સત્યાગ્રહમાં સ્ત્રીઓ 

' સત્યાગ્રહમાં સ્ત્રીઓ '

મૂળ અંગ્રેજીમાં: અપર્ણા બાસુ
અનુવાદક: વર્ષા દાસ

૧૬ ઓક્ટોબર ૨૦૨૧
૦૬:૦૦ કલાકે IST

 

મહાત્મા ગાંધી માનતા હતા કે સ્વરાજના શાંતિપૂર્ણ આંદોલન માં ભારતની સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણી આગળ નીકળી જવાની ક્ષમતા ધરાવે છે. એમણે ભારતની લાખો સ્ત્રીઓને પ્રેરણા આપી: એમણે માત્ર સ્વતંત્રતાની ચળવળમાં જોડાવાનું જ નથી, પરંતુ સત્યાગ્રહમાં મોખરે રહીને આગેવાની કરવાની છે. આ પુસ્તકમાં એવી કેટલીયે પ્રેરણાદાયી સ્ત્રીઓની વાતો નોંધાયેલી છે જે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યની સામે નીડરતાથી લડી અને અહિંસાના માર્ગ પરથી ખસી નહીં. સેવાભાવના ધરાવતી ઘણી સ્ત્રીઓ ભારતને સ્વતંત્રતા મળ્યા પછી દેશના સામાજિક વિકાસનાં કાયોમાં સ્વાભાવિકતાથી જોડાઇ ગઇ.

 

વર્ષા દાસ વાર્તાઓ, કાવ્યો, કલા સમીક્ષાઓ, નિબંધો અને બાળકો માટે ગુજરાતી, હિંદી તથા અંગ્રેજીમાં લખે છે, અનુવાદો અને સંપાદન પણ કરે છે. એમનાં પુસ્તકો યુનિસેફ, એન.સી.ઇ.આર.ટી., નેશનલ બુક ટ્રસ્ટ, સાહિત્ય અકાદમી તથા બીજા પ્રકાશકોએ પ્રગટ કર્યા  છે. તેઓ નેશનલ બુક ટ્રસ્ટ સાથે ત્રીસ વર્ષ સુધી જોડાયેલાં હતાં. નિવૃત્તિ પછી ચાર વર્ષ રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના નિયામકનું પદ સંભાળ્યુ.

 

નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે